તો પણ હું તમને હાસુ કવ છું કે, મારું જાવાનું તમારી હાટુ હારું છે કેમ કે, જો હું નો જાવ, તો ઈ મદદગાર તમારી પાહે નય આવે, પણ જો હું જાવ, તો એને તમારી પાહે મોકલી દેય.
આ હાંભળીને જે લોકો ઈ બાયને ન્યા લયને આવ્યા હતાં એમાંથી નાના મોટા એક એક કરીને બધાય વયા ગયા, ઈ જાણીને કેય ઈ બધાય પાપી છે. ન્યા ઈસુ એકલો રય ગયો, અને ઈ બાય હજી લગી ન્યા જ ઉભી રયતી.
પણ જો બધાય આગમવાણી કરવા મંડશે અને કોય અવિશ્વાસી કા બારે ઉભેલા માણસો અંદર આવી જાય, તો એને દુખ થાહે કે તેઓ પાપી છે, અને તમે જે બોલો છો, એના લીધેથી તેઓ પોતાની રીતે બદલવા માગશે.
બધાય લોકોનો ન્યાય કરવા હાટુ, ઈ બધાય પાપી કામો હાટુ એની ઉપર આરોપ લગાડવા હાટુ, જે તેઓએ પરમેશ્વરની વિરુધ કરયા છે અને ઈ બધીય ખરાબ વાતોને લીધે જે તેઓએ એની વિરુધ કીધી છે.”