7 તો પણ હું તમને હાસુ કવ છું કે, મારું જાવાનું તમારી હાટુ હારું છે કેમ કે, જો હું નો જાવ, તો ઈ મદદગાર તમારી પાહે નય આવે, પણ જો હું જાવ, તો એને તમારી પાહે મોકલી દેય.
અને હું પોતે જ પવિત્ર આત્મા તમારી ઉપર મોકલીશ, જે વાયદો મારા બાપે કરયો છે, પણ તમારે ન્યા હુધી શહેરમાં રાહ જોવી પડશે કે, જ્યાં હુધી તમને સ્વર્ગમાંથી સામર્થ નય આપવામાં આવે.”
તમે મને ઈ કેતા હાંભળ્યું કે, “હું જાવ છું અને પાછો તમારી પાહે આવય, જો તમે મને પ્રેમ કરતાં હોત, તો ઈ વાતથી રાજી હોત કે હું બાપની પાહે આવ્યો છું, કેમ કે બાપ મારા કરતાં મહાન છે.
પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.
હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.
અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.