સિમોન પિતરે ઈસુને પુછયું કે, “પરભુ, તું ક્યા જાય છે?” એણે જવાબ દીધો કે, “જ્યાં હું જાવ છું, ન્યા આઘડી મારી વાહે નય આવી હકે, પણ થોડાક વખત પછી મારી વાહે આવય.”
તમે મને ઈ કેતા હાંભળ્યું કે, “હું જાવ છું અને પાછો તમારી પાહે આવય, જો તમે મને પ્રેમ કરતાં હોત, તો ઈ વાતથી રાજી હોત કે હું બાપની પાહે આવ્યો છું, કેમ કે બાપ મારા કરતાં મહાન છે.
તઈ એના થોડાક ચેલાઓ એકબીજાને કેવા લાગ્યા કે, “કેમ શું છે, જે ઈ આપણને કેય છે કે, થોડીકવાર પછી તમે મને નય જોવ, અને પછી થોડીક વારમાં મને જોહો? કેમ કે, હું બાપની પાહે જાવ છું?”
દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.