4 મે તમને આ વાતુ ઈ હાટુ કીધી છે કે, જઈ મુશીબતનો વખત આવે તો તમને આ યાદ રેય કે, મે તમને આની વિષે પેલાથી જ કય દીધુ હતું. મે શરૂઆતમાં તમને લોકોને આ વાતુ ઈ હાટુ નથી કીધી કેમ કે, તઈ હું તમારી હારે હતો.
ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.
ઈસુએ તેઓને કીધુ કે, મારા ચેલાઓ અને હું વરરાજા અને એનાં મિત્રોની જેવા છયી, જ્યાં હુધી તેઓ લગનમાં છે ન્યા હુધી શું એનાં મિત્રો ઉપવાસ કરી હકે છે? નય, તેઓ ઉપવાસ નથી કરી હકતા.