31 આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “શું આઘડી જ તમે વિશ્વાસ કરો છો?
ઈસુએ જવાબ દીધો કે, “તું મારી હાટુ પોતાનો જીવ દેય? હું તમને હાસે હાસુ કવ છું કે, કુકડો બોલે ઈ પેલા તુ ત્રણ વાર મારો નકાર કરય.”
હવે અમે જાણી છયી કે, તુ બધુય જાણે છે, અને આઘડી કોયને પણ તમને સવાલ પૂછવાની જરૂર નથી, એમા અમે વિશ્વાસ કરી છયી કે, તુ પરમેશ્વરની તરફથી આવ્યો છે.”
જોવ, હવે ઈ વખત આવી રયો છે, અને હવે આવી જ ગયો છે, અને તમે બધાય વેર વિખેર થય જાહો, અને મને એકલો મુકીને પોતપોતાના ઘરે વયા જાહો, તોય હું એકલો નથી, કેમ કે બાપ મારી હારે છે.