29 એના ચેલાઓએ કીધું કે, “હવે તો તુ હાસી રીતે કેય છે, અને કોય દાખલો નથી કેતો.
ઈસુ લોકોને પરમેશ્વરનું વચન હંભળાવતો હતો ઈ હાટુ સદાય એણે દાખલાઓનો ઉપયોગ કરયો, અને દાખલા વગર ઈસુએ કાય કીધુ નય.
ઈસુ આ વાત તેઓથી ઉઘાડી રીતે બોલ્યો એની પછી પિતર એને એક બાજુ લય જયને પીડા અને મારી નાખવાની વાત વિષે ખીજાવા લાગો.
ઈસુએ લોકોને ઈ દાખલો બતાવ્યો, પણ તેઓ હમજા નય કે, એનો કેવાનો શું અરથ હતું.
મે તમને આ બધીય વાતો દાખલા તરીકે કીધી છે, પણ એવો વખત આવે છે કે, હું તમને પાછા દાખલા તરીકે વાત નય કરું, પણ સોખી રીતે હું તમને બાપની વિષે બતાવય.