ઈસુ જાણતો હતો કે, તેઓ આ વાતનો અરથ પુછવા માગે છે, તઈ એણે કીધું કે, “શું તમે મારી વાતોની વિષે અંદરો અંદર સરસા કરો કે, થોડીકવાર પછી તમે મને નય જોવ,” અને પછી થોડીક વારમાં મને જોહો?
મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.