2 તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું
તઈ જે લોકો તમારો વિરોધ કરે છે; તેઓ તમને દુખ આપવા હાટુ પકડાયશે અને તમને મારી નાખશે કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો છો, એની લીધે બધીય જાતિના લોકો તમારી ઉપર વેર રાખશે.
તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.
તો પણ યહુદી લોકોના આગેવાનોમાંથી બોવ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, પણ ફરોશી ટોળાના લોકોના કારણે જાહેરમાં નોતા માનતા, આ બીકથી કે ક્યાક ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી નો નાખે.
જોવ, હવે ઈ વખત આવી રયો છે, અને હવે આવી જ ગયો છે, અને તમે બધાય વેર વિખેર થય જાહો, અને મને એકલો મુકીને પોતપોતાના ઘરે વયા જાહો, તોય હું એકલો નથી, કેમ કે બાપ મારી હારે છે.
પણ એવી વેળા આવે છે અને અત્યારે આવી પણ ગય છે, જઈ હાસા ભજનકરનારા આત્માથી અને હાસાયથી બાપનું ભજન કરશે કેમ કે, પરમેશ્વર બાપ પોતાની હાટુ એવા ભજનકરનારાઓને ગોતે છે.
એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.
તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.
જઈ ઘેટાના બસ્સાએ પાંચમી મુદ્રાઓ ખોલી, તઈ મે વેદીની નીસે ઈ લોકોની આત્માઓને જોય જેઓને મારી નાખવામાં આવ્યા હતા. કેમ કે, તેઓ પરમેશ્વરનાં વચન વિષે અને ઈ સંદેશાના વિષે વિશ્વાસુ હતાં જે એને મળ્યું હતું.