મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.
મારા બાપે મને બધુય હોપુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે, ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરા અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.”
જેની પાહે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, ઈજ મારી ઉપર પ્રેમ રાખે છે; અને જે મારી ઉપર પ્રેમ રાખે છે એની ઉપર મારા બાપ પ્રેમ રાખે છે અને હું એની ઉપર પ્રેમ રાખય અને એની હામે હું પોતાને પરગટ કરય.”