Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 16:10 - કોલી નવો કરાર

10 અને ન્યાયીપણાની વિષે ઈ હાટુ સાબિત કરશે કેમ કે, હું બાપની પાહે જાવ છું, અને હવેથી તમે મને પાછો જોહો નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 16:10
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું બાપ પાહેથી જગતમાં આવ્યો છું, અને હું પાછો જગત મુકીને બાપની પાહે જાવ છું


પણ હવે હું મારા મોકલનારાની પાહે જાવ છું, અને તમારામાથી કોય પણ મને નો પૂછતા કે, તુ ક્યા જાય છે?


અને જે રીતે મુસાએ વગડામાં પિતળનાં એરુને ઉસો લટકાવો, એમ જ જરૂરી છે કે, મને માણસના દીકરાને ઉસો કરવામા આયશે.


પણ મારી વિષે જે સાક્ષી દેય છે, ઈ બીજો છે, અને હું જાણું છું કે, જો મારા વિષયમાં સાક્ષી દેય છે, ઈ હાસી છે.


તઈ ઈસુએ કીધું કે, “હું, તમારી હારે થોડીકવાર છું, અને એની પછી જેણે મને મોકલ્યો છે, હું એની પાહે પાછો વયો જાય.


કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”


ઈ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવાડીયો, એના અમે બધાય સાક્ષી છયી.


તમે એક પવિત્ર અને ધાર્મિક માણસનો નકાર કરયો છે, પણ એક હત્યારાને મુકવા માંગ્યો.


તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.


કેમ કે, હારા હમાસારમાં પરમેશ્વર લોકોને પોતાની હારે હાસા ઠરાવે છે જેમ શાસ્ત્રમાં લખેલુ છે ઈ જે પરમેશ્વરની દ્વારા વિશ્વાસથી ન્યાયી બનાવામાં આવ્યો છે ઈ વિશ્વાસથી જીવશે.


પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.


મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી.


હું એવું કય હકુ છું કેમ કે, આપણે પવિત્ર આત્મા દ્વારા પુરી આશા છે કે, પરમેશ્વર આપણને ન્યાયી રૂપે અપનાયશે કેમ કે, આપડે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ