Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 15:8 - કોલી નવો કરાર

8 મારા બાપની મહિમા આમાંથી પરગટ થાય છે કે, તમે બોવ ફળો આપે, તઈ તમે મારા ચેલાઓ કેવાહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 15:8
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે.


પણ હું તમને આ કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખવો અને જેઓ તમને હેરાન કરે છે, તેઓની હાટુ પ્રાર્થના કરો.


તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી.


પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.


જો તમે એકબીજાની હારે પ્રેમ કરો, તો દરેક માણસ જાણી લેહે તમે મારા ચેલાઓ છો.”


હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો, જે મારામાં રેય છે અને હું એમા રવ છું, ઈ વધારે ફળ આપે છે કેમ કે, મારાથી નોખા થયને તમે કાય નથી કરી હક્તા.


તઈ ઈસુએ ઈ યહુદી લોકોને, જેઓએ એની ઉપર વિશ્વાસ કરયો હતો, તેઓને કીધું કે, જો તમે વચનમાં મજબુત રેહો, તો ખરેખર મારા ચેલાઓ કેવાહે.


છેલ્લે, હું તમને ઈ કેવા માગું છું કે, તમારી ઈચ્છા હોય તો ખાવો, પીવો, અને જે કાય કરો પરમેશ્વરની મહિમા હાટુ કરો.


કેમ કે, પરમેશ્વરે તમને કિમંતની જેમ પોતાનું જીવન દેયને તમને બસાવી લીધા છે, ઈ હાટુ પોતાના દેહ દ્વારા પરમેશ્વરની મહિમા કરો.


અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે.


સોરી નો કરે, આ સાબિત કરે કે, તેઓ સદાય વિશ્વાસુ છે, જેથી લોકો તેઓના હારા વરતન ઉપર ધ્યાન આપે, અને જે કાય પણ તેઓ કરે છે, ઈ લોકો દ્વારા આપડા તારનાર પરમેશ્વર વિષે વચન હંભળાવવાનું કારણ બને.


અને પોતાની જાત ઉપર કાબુ રાખનારી, પોતાના ધણીને પ્રત્યે વિશ્વાસુ, ઘરબાર હંભાળનારી, બીજાની પ્રત્યે દયાળુ હોય, અને પોતાના ધણીઓની વાતોને માનનારી હોય, જેથી કોય પણ પરમેશ્વરનાં વચન વિષે નિંદા કરે નય.


એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ