3 તમે તો ઈ વચનને કારણે જે મે તમને કીધા છે, ઈ શુદ્ધ થયા છો.
ઈસુએ એને કીધું કે, “એક માણસ જે નાય લીધું છે, એને ખાલી એના પગ ધોવાની જરૂર છે, કેમ કે એનુ આખું દેહ સોખું છે અને ખાલી એકને મુકીને, તમે બધાય સોખા છો.”
દરેક ડાળી જે મારામાં જોડેલી છે, પણ ફળ નથી આપતી, એને ઈ કાપી નાખે છે, અને જે ડાળી ઉપર ફળ આવે છે અને ઈ કાપકૂપ કરે છે, જેથી ઈ હજી વધારે ફળ આપે.
તારા હાસ દ્વારા મારા ચેલાઓને તારી સેવા હાટુ નોખા કર. તારું વચન હાસુ છે.
હું એના લાભ હાટુ, પોતાની જાતનું તને સમર્પણ કરું છું, જેથી ઈ પણ હાસથી પોતે જ તને સમર્પિત થય જાય.
જેથી ઈ એને વચન દ્વારા જળદીક્ષાથી સોખા કરીને પવિત્ર બનાવે.
કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.