23 જે મારો નકાર કરે છે, ઈ મારા બાપનો પણ નકાર કરે છે.
જો હું આવતો અને એને ઈ વાત કેતો, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે એની પાહે પોતાના પાપો હાટુ કોય બાનું નથી.
જે કામો બીજા કોયે કરયા નથી, ઈ જો મે તેઓની વસે કરયા નો હોત, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે તો તેઓએ જોયને મને અને મારા બાપનો પણ નકાર કરયો છે.
જો કોય દીકરાનો નકાર કરે છે, એનુ સંગઠન પરમેશ્વર બાપની હારે નથી, જે દીકરાને માની લેય છે, એનુ સંગઠન પરમેશ્વર બાપની હારે છે.
ઈ લોકો જેઓ હાસા શિક્ષણથી ભટકી જાય છે, અને મસીહના શિક્ષણનુ પાલન નથી કરતાં, ઈ પરમેશ્વરની હારે સંગતીમાં નથી. પણ જે કોય મસીહના શિક્ષણનું વારંવાર પાલન કરયુ છે. ઈ પરમેશ્વર બાપની હારે અને એનો દીકરો, ઈસુ મસીહની હારે સંગતીમાં છે.