તઈ જે લોકો તમારો વિરોધ કરે છે; તેઓ તમને દુખ આપવા હાટુ પકડાયશે અને તમને મારી નાખશે કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો છો, એની લીધે બધીય જાતિના લોકો તમારી ઉપર વેર રાખશે.
પણ ઈ બધુય થયા પેલા મારા નામને લીધે તેઓ તમને પકડશે, તમને સતાયશે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને જેલખાનાનાં અધિકારીઓના હાથમાં હોપશે, અને રાજાઓ અને રાજ્યપાલની હામે લય જાહે.
તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.
ઈ હાટુ તેઓએ ઈસુને પુછયું કે, “તારો બાપ ક્યા છે?” ઈસુએ જવાબ દીધો કે, “નો તો તમે મને ઓળખોશો, અને નથી મારા બાપને ઓળખતા, જો મને ઓળખત તો તમે મારા બાપને પણ ઓળખત.”
ઈસુએ જવાબ દીધો કે, “જો હું પોતે મારા વખાણ કરું, તો મારા વખાણનો કોય મતલબ નથી, પણ જે મારા વખાણ કરે છે, ઈ મારો બાપ છે, અને તમે એને કયો છો કે, ઈ આપડો પરમેશ્વર છે.”
તમે તો એને નથી જાણતા, પણ હું એને જાણું છું, અને હું કવ કે, એને નથી ઓળખતો, તો હું પણ તમારી જેવો ખોટો ગણાય. પણ હું એને ઓળખું છું, અને એનુ વચન પાળુ પણ છું
જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.