20 જે વાત મે તમને કીધી છે, એને યાદ રાખો કે ચાકર પોતાના માલિક કરતાં મોટો હોતો નથી, જો તેઓએ મને સતાવ્યો, તો ઈ તમને પણ સતાયશે. જો એણે મારૂ શિક્ષણ માન્યું છે, તો તમારું પણ માનશે.
તેઓએ એને કીધુ કે, “અમારીથી થય હકે છે.” ઈસુએ તેઓને કીધુ કે, “તમને સતાવવામાં આયશે જેમ કે, મને સતાવવામાં આયશે. તમને મારી નાખવામાં આયશે એમ મને પણ મારી નાખવામાં આયશે.
શિમયોન તેઓને આશીર્વાદ દીધા, અને એની માં મરિયમને કીધું કે, “જો આ તો ઈઝરાયલ દેશના ઘણાય લોકોના વિનાશ અને તારણ હાટુ અને પરમેશ્વરની તરફથી એક નિશાની હાટુ મોકલવામાં આવ્યું છે, પણ ઘણાય લોકો એનો વિરોધ કરશે.
યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય.
અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”