યોહાન 15:16 - કોલી નવો કરાર16 તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે. အခန်းကိုကြည့်ပါ။ |
પણ તઈ પરમેશ્વરે ગમાંડયું કે, પોતાના દીકરાને મારી ઉપર પરગટ કરે, જેથી હું બિનયહુદીઓની વસે ઈસુના હારા હમાસાર વિષે પરચાર કરી હકુ. પરમેશ્વર જ છે જેણે મને પેદા થાવાના પેલાથી જ ગમાડી લીધો, અને પોતાની કૃપાના કારણે એણે મને એની સેવા કરવા હાટુ બોલાવ્યો. જઈ ઈસુએ પોતાની જાતને મારી ઉપર પરગટ કરી, તઈ હું સલાહ લેવા હાટુ કોયની પાહે નોતો ગયો.