13 પોતાના મિત્રની હાટુ પોતાનો જીવ દય દેવો એનાથી બીજો કોય મોટો પ્રેમ નથી.
પછી ઈસુએ માણસોને કીધું કે, હું તમને કવ છું કે, જે મારા મિત્રો છે, લોકોથી બીવમાં, લોકો દેહને મારી હકશે, પણ તમારા આત્માને નાશ નથી કરી હકતા.
હારો સરાવનારો હું છું, હારો સરાવનારો પોતાના ઘેટા હાટુ જીવ દય દેય છે.
હું એના લાભ હાટુ, પોતાની જાતનું તને સમર્પણ કરું છું, જેથી ઈ પણ હાસથી પોતે જ તને સમર્પિત થય જાય.
મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.
આપડે એનાથી પ્રેમ વિષે જાણી કે, ઈસુ મસીહે આપડા લીધે પોતાનો પ્રાણ આપી દીધો, એટલે આપડે પણ આપડા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હાટુ પ્રાણ દેવો જોયી.