Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 14:9 - કોલી નવો કરાર

9 ઈસુએ એને કીધું કે, “હે ફિલિપ, હું એટલા વખત તારી હારે રયો, તો પણ તુ મને નથી ઓળખતો? જેણે મને જોયો છે, એણે બાપને પણ જોયો છે, તુ કેમ કેય છે કે, અમને બાપ દેખાડો?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 14:9
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપતા કીધુ કે, “ઓ અવિશ્વાસી લોકો, ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? ઈ છોકરાને મારી પાહે લીયાવો.”


ઓ ઢોંગીઓ! આભ અને પૃથ્વીને જોયને, આ વાતાવરણની વિષે શું થાવાનુ છે ઈ પારખી હકો છો. તો પછી પરમેશ્વર આ વખતમાં શું કરવાનો છે એના વિષે કેમ પારખી હક્તા નથી?


અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


મારો બાપ અને હું એક છયી.”


અને જે મને જોય છે, ઈ મને મોકલનાર પરમેશ્વરને જોય છે.


જઈ હું મરણમાંથી પાછો જીવતો થાય તઈ તમે જાણી લેહો કે હું મારા બાપમાં છું, અને તમે મારામાં છો, અને હું તમારામા છું


જો તમે મને ખરેખર ઓળખો છો, તો મારા બાપને પણ ઓળખશો, અને હવે એને ઓળખો, અને તમે એને જોયો પણ છે.”


ઈ હાટુ તેઓએ ઈસુને પુછયું કે, “તારો બાપ ક્યા છે?” ઈસુએ જવાબ દીધો કે, “નો તો તમે મને ઓળખોશો, અને નથી મારા બાપને ઓળખતા, જો મને ઓળખત તો તમે મારા બાપને પણ ઓળખત.”


હવે જો, મસીહનો આ પરચાર કરવામાં આવે છે કે, ઈ મરેલામાંથી જીવતો ઉઠયો, તો તમારામાંથી કેટલાય કેય છે કે, મરેલામાંથી પાછુ જીવતુ ઉઠવાનું છે જ નય!


મસીહે પરમેશ્વરનાં રૂપમાં હોવા છતાં, એણે પરમેશ્વરની સમાન હોવાનું પકડી રાખવાનું વિસારુ નય.


કોય પણ પરમેશ્વરને નથી જોય હકતો, પણ જઈ એનો દીકરો એક માણસ બન્યો, તો એને પરમેશ્વરની હામે પરગટ કરવામા આવ્યો, અને પરમેશ્વરે જે પણ બનાવ્યું છે, એની બધાય ઉપર એનો ઉસો અધિકાર છે.


દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ