યોહાન 14:6 - કોલી નવો કરાર6 ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે. အခန်းကိုကြည့်ပါ။ |
તમે પરભુ ઈસુ મસીહની પાહે આવ્યા છો. ઈ એક ઘરના પાયામાં રાખેલા મુખ્ય પાણાની જેમ છે, પણ ઈ એક જીવતો પાણો છે, કેટલાક લોકોએ એને અપનાવો નોતો, પણ પરમેશ્વરે એને ગમાડી લીધો અને એને બોવજ કિમતી માંને છે, અને જેવી રીતે લોકો પાણાઓથી ઘર બનાવે છે એવી જ રીતે પરમેશ્વર તમને એક હારે એક ટોળામાં ભેગા કરી રયો છે, જેમાં એનો આત્મા રેય છે એટલે કે, જે ઈસુ મસીહે આપડા હાટુ કરયુ, એના દ્વારા તમે ઈ યાજકોની જેમ જે બલિદાન સડાવે છે, એવા કામો કરો, જે પરમેશ્વરને રાજી કરે છે.
આ ઈસુ મસીહ છે, જેને પરમેશ્વરે આ જગતમાં મોકલ્યો અને એણે પાણીથી જળદીક્ષા લીધી અને ફરીથી જઈ એનુ મરણ થયુ તો એનુ લોહી વેહેડાવ્યુ. ઈ ખાલી જળદીક્ષા લેવા હાટુ નય પણ વધસ્થંભ ઉપર એનુ લોહી વેહેડાવીને મરવા હાટુ પણ આવ્યો હતો, પવિત્ર આત્મા બતાવે છે કે, ઈસુ મસીહ પરમેશ્વર તરફથી આવ્યો, અને જે પવિત્ર આત્મા બતાવે છે ઈ હાસુ છે.
ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.