5 થોમાએ એને કીધું કે, “પરભુ, અમે નથી જાણતા કે તુ ક્યા જાય છે, તો અમે રસ્તો કેવી રીતે જાણી હકીયે?”
ફિલિપ અને બર્થોલ્મી, થોમા અને માથ્થી જે દાણી હતો, અલ્ફીનો દીકરો યાકુબ અને થાદ્દી,
આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપતા કીધુ કે, “ઓ અવિશ્વાસી લોકો, ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? ઈ છોકરાને મારી પાહે લીયાવો.”
ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો.
તઈ થોમા; જે દીદુમસ કેવાતો હતો, એણે આપડા સાથી ચેલાઓને કીધું કે, “હાલો આપડે હોતન એની હારે મરવા હાટુ જાયી.”
અને જ્યાં હું જાવ છું, તમે ન્યા જાવાનો રસ્તો જાણો છો,”
મારી આજ્ઞા ઈ છે કે, જેવી રીતે મે તમને પ્રેમ કરયો, એવી રીતે તમે પણ એકબીજા ઉપર પ્રેમ કરો.
પણ હવે હું મારા મોકલનારાની પાહે જાવ છું, અને તમારામાથી કોય પણ મને નો પૂછતા કે, તુ ક્યા જાય છે?