4 અને જ્યાં હું જાવ છું, તમે ન્યા જાવાનો રસ્તો જાણો છો,”
તમે ખરેખર આ જાણ્યું હશે કે, આ જરૂરી હતું કે, મસીહ હાટુ આ બધીય વાતોમાં દુખ ઉઠાવીને મરવું પડશે, અને પછી એના મહિમાવાન સ્વર્ગીય ઘરમાં જાહે.”
બાયણુ હું છું, મારી દ્વારા અંદર આવનારાઓને તારણ આપશે, અને તેઓ અંદર બારે આવ જાવ કરે, અને ખાવા હાટુ નીણ મળશે.
જો કોય મારી સેવા કરવા માગે, તો ઈ મારો ચેલો બને, તઈ જ્યાં હું છું, ન્યા મારો ચેલો પણ રેહે. જો કોય મારી સેવા કરતો હોય, તો બાપ એનો આદર કરશે.”
ઈસુ ઈ જાણતો હતો કે, બાપે એને દરેક વસ્તુ ઉપર અધિકાર દીધો છે, અને ઈ પરમેશ્વરની પાહેથી આવ્યો છે, અને પાછો પરમેશ્વરની પાહે જાય છે.
મારા બાપના ઘરમાં રેવા હાટુ બોવ જગ્યા છે, જો નો હોય તો હું તમને કય દવ છું કે, કેમ કે હું તમારા હાટુ જગ્યા તૈયાર કરવા હાટુ જાવ છું
તમે મને ઈ કેતા હાંભળ્યું કે, “હું જાવ છું અને પાછો તમારી પાહે આવય, જો તમે મને પ્રેમ કરતાં હોત, તો ઈ વાતથી રાજી હોત કે હું બાપની પાહે આવ્યો છું, કેમ કે બાપ મારા કરતાં મહાન છે.
ન્યા જયને જગ્યા તૈયાર કરીને કેય પછી હું પાછો આવય, તમને મારી ન્યા લય જાય, ઈ હાટુ તમે પણ મારી હારે રય હકો જ્યાં હું રવ છું.
થોમાએ એને કીધું કે, “પરભુ, અમે નથી જાણતા કે તુ ક્યા જાય છે, તો અમે રસ્તો કેવી રીતે જાણી હકીયે?”
હું બાપ પાહેથી જગતમાં આવ્યો છું, અને હું પાછો જગત મુકીને બાપની પાહે જાવ છું
જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.
કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.”