29 અને મે હવે આ બધીય વાતો થવાની પેલા તમને કીધી હતી કે, ઈ થયા અગાવ, તો તમે મારી ઉપર વિશ્વાસ કરો.
હવે હું એના હોવાની પેલા તમને બતાવી દવ છું કે, જઈ ઈ થય જાય તો તમે વિશ્વાસ કરો કે હું ઈજ છું
મારી પાહે હવે તમારી હારે વાત કરવા હાટુ વધારે વખત નથી રયો, કેમ કે આ જગતનો અધિકારી શેતાન આવી રયો છે, એનો મારી ઉપર કોય અધિકાર નથી.