Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 14:27 - કોલી નવો કરાર

27 હું તમને શાંતિ આપું છું, જે શાંતિ મારી પાહે છે, આ ઈ શાંતિ નથી જે જગતના લોકો તમને દેય છે. તમે મનમા દુખી નો થાવ અને બીવોમાં .

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 14:27
65 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ એનાથી તમે બીતા નય કેમ કે, કોય પણ એવી વસ્તુ નથી, જે હતાડેલી રેહે, અને કોય પણ એવી વસ્તુ નથી જે હતાડી હકી. પણ બધુય ઉઘાડું કરાહે.


ઈ જે લોકો મોતની બીકમાં અને આત્મિક અંધારામાં રેય છે, તેઓની ઉપર અંજવાળું કરશે. ઈ આપણને દોરશે જેથી આપડે શાંતિથી રેહુ.


જઈ પણ તમે એક ઘરમાં ઘરો ઈ પેલા લોકોને કયો કે, “જેઓ એના ઘરમાં છે તેઓને પરમેશ્વર શાંતિ આપે.”


પછી ઈસુએ માણસોને કીધું કે, હું તમને કવ છું કે, જે મારા મિત્રો છે, લોકોથી બીવમાં, લોકો દેહને મારી હકશે, પણ તમારા આત્માને નાશ નથી કરી હકતા.


“બધાયથી ઉચે સ્વર્ગમા પરમેશ્વરને મહિમા થાઓ અને પૃથ્વી ઉપર ઈ લોકોમા શાંતિ થાઓ જેઓથી ઈ રાજી છે.”


“તમે મનમા દુખી નો થાવ, તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખો, અને મારા ઉપર પણ વિશ્વાસ કરો.


હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”


અઠવાડિયાને પેલે દિવસે એટલે રવિવારની હાંજે બધાય ચેલાઓ ભેગા થયા હતાં. કમાડે તાળા હતાં કેમ કે, ઈ યહુદી લોકોથી બીતા હતા. પછી ઈસુ તેઓની વસે આવ્યો અને ઉભો રયો, ઈસુએ કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!”


ઈસુએ પાછુ તેઓને કીધું કે, તમને શાંતિ મળે, જેમ મને બાપે મોકલ્યો છે, એમ જ હું પણ તમને મોકલું છું


આઠ દિવસ પછી પાછા એના ચેલાઓ અંદર ઘરમાં હતાં, તો થોમા એની હારે હતો, જઈ બારણા બંધ હતાં, તઈ ઈસુ એની વસમાં આવીને કીધું કે, “તમને શાંતિ મળે.”


તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.


પરભુએ એક રાતે દર્શન દ્વારા પાઉલને કીધું કે, “બીતો નય, પણ વચનનો પરસાર કરતો જાય, અને મૂગો નો રેય.


હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.


હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.


હવે જઈ આપણને વિશ્વાસ દ્વારા પરમેશ્વરની હારે હાસા રાખવામાં આવ્યા છે તો આપણને પરભુ ઈસુ મસીહના દ્વારા પરમેશ્વરની હારે શાંતિ છે.


કેમ કે, જઈ આપડે પરમેશ્વરનાં વિરોધી હતાં તઈ એના દીકરાના મરણથી પરમેશ્વરની હારે આપડુ સમાધાન થયુ, એથી હવે એના જીવને લીધે આપડો બસાવ ઈ બોવ જ ખાતરીપૂર્વક છે!


પોતાના પાપીલા સ્વભાવને પોતાના મનને કાબુમાં કરવા દેવું મોત બાજું લય જાય છે, પણ આત્માને પોતાના મનને કાબુમાં કરવા દેવાથી જીવન અને શાંતિ મળે છે.


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર આપડા બાપ, અને પરભુ ઈસુ મસીહ તમારી ઉપર કૃપા કરશે અને તમને શાંતિનો અનુભવ કરાયશે.


હું પ્રાર્થના કરું છું કે, આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


જેટલાં આ નિયમ પરમાણે હાલે છે, એટલાની ઉપર અને પરમેશ્વરનાં ઈઝરાયલ દેશ ઉપર શાંતિ અને દયા થાતી રેય.


તઈ પરમેશ્વર તમને શાંતિ આપશે, ઈ શાંતિ લોકોની હમજથી ઘણીય વધારે છે, જે તમારુ હ્રદય અને વિસારોને મસીહ ઈસુમાં હાસવી રાખશે.


હું પાઉલ આ પત્ર મસીહમા ઈ પવિત્ર અને હાસા વિશ્વાસી ભાઈઓને લખું છું જેઓ કોલોસ્સી શહેરમાં રેય છે. આપડા પરમેશ્વર બાપ તમને કૃપા અને શાંતિ આપતો રેહે.


પરમેશ્વરે પોતાના દીકરા મસીહને મોકલવાનો ફેસલો લીધો, જેણે પોતાનુ લોહી વ્હેડાવ્યું અને વધસ્થંભ ઉપર મરી ગયો. પરમેશ્વરે એવુ પોતાના અને બધીય વસ્તુની વસે મેળ કરાવવા હાટુ કરયુ, ઈજ રીતેથી એણે પોતાના અને ઈ બધાયની વસે શાંતિ બનાવી રાખી કે, જે ઈ પૃથ્વી ઉપર હોય કે, સ્વર્ગની હોય.


અને ઈ શાંતિ જે મસીહ આપે છે, ઈ તમારા હ્રદયમાં રાજ કરવા દયો કેમ કે, તમે બધાય એક દેહના ભાગ છો અને ઈ હાટુ તમને એકબીજાની હારે શાંતિથી રેવા હાટુ બોલાવ્યા છે અને તમે આભારી બનેલા રયો.


આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.


હવે પરભુ જે શાંતિ દેનારો છે, પોતે જ તમને સદાય અને દરેક પરકારથી શાંતિ આપે, અને પરભુ સદાય તમારી બધાયની હારે રેય.


કેમ કે, પરમેશ્વરે આપણને બીકનો આત્મા નય, પણ સામર્થથી અને એક-બીજા હારે પ્રેમ રાખવાનો અને બધીય વાતોમાં શિસ્તથી રેવાનો આત્મા આપ્યો છે.


હવે શાંતિ આપનાર પરમેશ્વર, જે આપડા ઘેટાના મોટા રખેવાર આપડા પરભુ ઈસુને સદાય કરારના લોહીથી મરેલાઓમાંથી પાછા જીવતા કરયા,


અને ઈબ્રાહિમે એને આ દરેક વસ્તુઓનો દસમો ભાગ આપ્યો જે એણે યુદ્ધમાંથી મેળવું હતું. બધાયની પેલા “મેલ્ખીસેદેકના” નામનો અરથ છે “ન્યાયપણાનો રાજા” અને પછી “શાલેમનો રાજાનો અરથ છે શાંતિનો રાજા.”


હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.


ઈ દુખોથી બીમાં જે તને મળશે. શેતાન તમારામાથી થોડાકને જેલખાનામાં નાખવાનો છે, જેથી તેઓ તમારી પરીક્ષા કરી હકે. તમે દસ દિવસ હાટુ મોટી મુસીબતોનો અનુભવ કરશો. પણ મારી ઉપર વિશ્વાસ કરવાનું કોયદી છોડતા નય, ભલે તમને મારી નાખવામાં આવે કેમ કે, હું તમને તમારી જીતના ઈનામની જેમ અનંતજીવન આપય.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ