અને જઈ શહેરમાં પુગ્યા તો ઈ એક ઉપલી મેડીમાં ગયા, જ્યાં પેલાથી જ રોકાણા હતા. ઈ બધાય વયા ગયા, ન્યા પિતર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકુબનો દીકરો યહુદા રેતા હતાં.
હું યહુદા, તમને આ પત્ર લખી રયો છું, હું ઈસુ મસીહનો એક ચાકર છું, અને યાકુબનો ભાઈ છું, હું તમને લોકોને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાની ઉપર વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા છે, આપડા પરમેશ્વર બાપ તમને પ્રેમ કરે છે, અને તમને ઈસુ મસીહ દ્વારા હંભાળી રાખ્યા છે.