18 “હું તમને અનાથ નય રાખું, હું તમારી પાહે ફરીને પાછો આવય.
કેમ કે, જ્યાં બે કા ત્રણ મારા નામે ભેગા થયેલા હોય ન્યા તેઓની વસે હું છું.
અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”
હું બાપને પ્રાર્થના કરય, અને ઈ તમને એક મદદગાર દેહે કે, ઈ સદાય તમારી હારે રેહે.
ન્યા જયને જગ્યા તૈયાર કરીને કેય પછી હું પાછો આવય, તમને મારી ન્યા લય જાય, ઈ હાટુ તમે પણ મારી હારે રય હકો જ્યાં હું રવ છું.
“થોડીકવાર પછી તમે મને નય જોવ, અને પછી થોડીક વારમાં મને જોહો.”
હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”
હવે આપડા પરભુ ઈસુ મસીહ પોતે, અને આપડા પરમેશ્વર બાપ જે આપણને પ્રેમ કરયો, અને કૃપાથી સદાયની શાંતિ અને ઉતમ આશા આપી છે.
કેમ કે, ઈસુની પરીક્ષા લેવામાં આવી અને તેઓને પોતે દુખને સહન કરયુ હતું, ઈ હાટુ ઈ પરીક્ષણમાં પડેલા લોકોને મદદ કરી હકે છે.