Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 14:16 - કોલી નવો કરાર

16 હું બાપને પ્રાર્થના કરય, અને ઈ તમને એક મદદગાર દેહે કે, ઈ સદાય તમારી હારે રેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 14:16
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


જો તમે મારા નામથી કાય પણ માગશો, તો હું ઈ કરય.


“હું તમને અનાથ નય રાખું, હું તમારી પાહે ફરીને પાછો આવય.


પણ મદદગાર એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારા નામે મોકલશે, ઈ તમને બધીય વાતો શિખવાડશે અને જે કાય મે તમને કીધું છે, ઈ બધુય તમને યાદ કરાયશે.


હું બાપના તરફથી તમારી હાટુ એક મદદગાર મોકલીશ, ઈ ઈજ આત્મા છે જે બાપના તરફથી આવે છે અને જે હાસાય પરગટ કરે છે, જઈ ઈ મારી વિષે બતાયશે.


આવી રીતે તમને પણ આઘડી તો દુખ થાહે, પણ હું તમને પાછો મળય, તઈ તમે રાજી થય જાહો, અને તમારી પાહેથી તમારી ખુશી કોય આસકી નય હકશે.


તેઓને આ જગતમાંથી છેટા લય જાવાની પ્રાર્થના હું તમને કરતો નથી. પણ તેઓને શેતાનથી બસાવી રાખવાનું હું તમને કવ છું


હું ખાલી આ ચેલાઓ હાટુ પ્રાર્થના નથી કરતો, પણ એની હાટુ પણ કરું છું, જે તેઓના સંદેશાથી મારી ઉપર વિશ્વાસ કરશે.


પણ જે કોય મારું દીધેલું પાણી પીહે, પછી ક્યારેય એને તરય લાગશે નય, અને ઈ એનામા પાણીનુ ઝરણુ બની જાય છે, જે અનંતકાળનું જીવન હુધી વહેતું રેહે.”


પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.


એક વખત જઈ ઈ ભેગા હતાં, તઈ ઈસુએ એને આજ્ઞા આપી કે, “જ્યાં લગી પરમેશ્વર બાપે કરેલો વાયદો જેની સરસા તમે મારા મોઢેથી હાંભળી, ઈ પુરી નો થાય ન્યા લગી યરુશાલેમ શહેરમાં જ રોકાજો અને એની વાટ જોતા રેજો.


અને અંત્યોખના વિશ્વાસી લોકો આનંદ અને પવિત્ર આત્માથી ભરપૂર થાતા ગયા.


આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.


પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.


હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.


આશા શરમાવતી નથી; કેમ કે, આપણને આપેલા પવિત્ર આત્માથી આપડા હૃદયમાં પરમેશ્વરનો પ્રેમ વહેડાવાયો છે.


કોય પણ આપડી નિંદા નથી કરી હકતો કેમ કે, આ ઈસુ મસીહ છે, જે આપડી હાટુ મરી ગયો અને મરેલામાંથી જીવતો ઉઠાડવામાં આવ્યો હતો, અને પરમેશ્વરનાં જમણા હાથે બેઠો છે અને જે આપડી તરફથી આપડી હાટુ વિનવણી કરે છે.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


ઈ હાટુ જો મસીહમા કાય પ્રોત્સાહન, જો પ્રેમનો કાય દિલાસો, જો આત્માની કાય સંગત, જો કાય હૃદયની દયા અને કરુણા હોય,


હવે આપડા પરભુ ઈસુ મસીહ પોતે, અને આપડા પરમેશ્વર બાપ જે આપણને પ્રેમ કરયો, અને કૃપાથી સદાયની શાંતિ અને ઉતમ આશા આપી છે.


ઈ હાટુ જેઓ ઈસુ દ્વારા પરમેશ્વરની પાહે આવે છે, તેઓનું પુરે પુરૂ તારણ કરવા હાટુ ઈ શક્તિશાળી છે કેમ કે, ઈ હરેકની હાટુ વિનવણી કરવા સદાય જીવતા રેય છે.


મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.


તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.


અમે તમને પ્રેમ કરી છયી, કેમ કે હાસા શિક્ષણમાં વિશ્વાસ કરી છયી અને ઈ શિક્ષણ સદાય આપડી હારે બનેલું રેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ