14 જો તમે મારા નામથી કાય પણ માગશો, તો હું ઈ કરય.
અને જે કાય મારા નામથી માંગશો, ઈજ હું કરય, જેનાથી મારી દ્વારા પરમેશ્વરની મહિમા પરગટ થાય.
હું બાપને પ્રાર્થના કરય, અને ઈ તમને એક મદદગાર દેહે કે, ઈ સદાય તમારી હારે રેહે.
તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.
ઈ દિવસે તમે મને કાક પૂછશો કે, હું તમને હાસે હાસુ કવ છું, જો તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો, ઈ તમને આપે.
અત્યાર લગી તમે મારા નામે બાપથી કાય નથી માંગ્યું, માગશો તો તમને મળશે, જેનાથી તમારો આનંદ વધારે થાહે!
હું તમારી હાટુ પરમેશ્વરનો આભાર સદાય માનું છું, ઈ હાટુ કે, ઈ પોતે ઈસુ મસીહ દ્વારા કૃપા હોવાથી પોતાનો બોવ આશીર્વાદ આપે છે.