Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 13:8 - કોલી નવો કરાર

8 પિતરે ઈસુને કીધું કે, “હું તને મારા પગ ક્યારેય પણ ધોવા નય દવ!” ઈ હાંભળીને ઈસુએ એને કીધું કે, “જો હું તારા પગનો ધોવ, તો તારે મારી હારે કોય સબંધ નય રેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 13:8
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પિતર એને એક બાજુ લય જયને ઠપકો દેવા લાગ્યો, “ઓ પરભુ પરમેશ્વર, ઈ તારાથી દુર રેહે, એવું એને કોય દિવસ નય થાય.”


તઈ એણે જવાબ દીધો કે, “હું નથી જાવાનો,” તો પણ પછીથી ઈ પસ્તાણો અને ગયો.


તઈ આ વાત ઉપર પિતરે એને જવાબ દીધો કે, “જો બધાય તને છોડી દેહે અને ભાગી જાહે, પણ હું નય ભાગું.”


પિતરે એને કીધુ કે, “જો તારી હારે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નય કરું.” અને બધાય ચેલાઓએ એમ જ કીધુ.


પછી ઈ સિમોન પિતરની પાહે આવ્યો, તઈ પિતરે એને કીધું કે, “પરભુ, શું તુ મારા પગ ધોય છે?”


સિમોન પિતરે જવાબ દીધો કે, “પરભુ, તમે મારા પગ જ નય પણ મારા હાથ અને માથાને પણ ધોય દયો.”


ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.


હવે કેમ મોડું કર છો? ઉઠ, જળદીક્ષા લે, અને એનુ નામ લયને પાપોની માફી માંગી લે.”


પેલા તમારામાંથી કેટલાક એવા હતા, પણ હવે તમે પરભુ ઈસુ મસીહના નામે અને આપડા પરમેશ્વરનાં આત્માથી શુદ્ધ થયા, અને ન્યયીપણું પામ્યા છો.


જેથી ઈ એને વચન દ્વારા જળદીક્ષાથી સોખા કરીને પવિત્ર બનાવે.


કોય પણ તમને પોતાની જાત અપમાનિત કરવાથી અને સ્વર્ગદુતોનું ભજન કરવા દ્વારા તમને ઈનામથી છેતરી નો લેય, એવો માણસ દર્શનની વાતોમાં લાગેલો રેય છે. અને એની જગતની હમજણ એને કોય પણ કારણ વગરનું અભિમાની બનાવી દેય છે.


એવુ લાગે છે જેમ આ નિયમ એક ભજનનો મારગ બતાવે છે જેમ કે, પોતાની જાતને પરમેશ્વરની તરફ પરાણેથી પુરેપુરો સમર્પિત કરવા દ્વારા પણ ખોટી નમ્રતા અને હકીકતમાં આ નિયમો દેહિક ઈચ્છાઓને કાબુ કરવામા મદદ નથી કરતા.


એણે આપણને આપડા પાપની સજામાંથી બસાવ્યા, અને આ ન્યાયના કામોને કારણે નય, જે આપડે પોતે કરયુ, પણ એણે આપડી ઉપર દયા કરી, અને એણે પવિત્ર આત્મા આપીને આપણને બસાવી લીધા જેણે આપડા પાપોને ધોયા અને આપણને એક નવું જીવન અને વ્યહવાર કરવા એક નવી રીત આપી.


મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.


ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.


મે એને કીધુ કે, “હે સાહેબ, હું નથી જાણતો પણ તુ જાણ છો.” એણે મને કીધુ કે, “આ ધોળા લુગડા પેરેલા લોકો તેઓ છે, જેઓનું મોત દુખના મોટા વખતે થયુ હતું આ ઈ લોકો છે જેઓએ ઘેટાના બસ્સાના લોહીથી પોતાને શુદ્ધ કરી લીધા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ