Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 13:5 - કોલી નવો કરાર

5 એની પછી એક ઠામડામાં પાણી ભરીને, એને પોતાના ચેલાઓના પગ ધોયા, અને જે રૂમાલ એની કડે બાંધ્યો હતો, એનાથી લુસવા લાગ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 13:5
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ ઈસુના પગ પાહે રોતી-રોતી વાહે ઉભી રયને, પોતાના આહુડાઓથી, એના પગ પલાળવા અને પોતાના સોટલાથી લુસવા લાગી, એણે ઈસુના પગને ઘણીય વાર સુમ્યાને, ઈ બાઈએ અત્તર સોળ્યુ.


અને એણે પેલી બાઈ તરફ મોઢું ફેરવીને સિમોનને કીધું કે, શું આ બાયને તે જોય છે? હું તારા ઘરે આવ્યો, તઈ આપડા રીત રીવાજ પરમાણે તે મારા પગ ધોવા હાટુ મને પાણી આપ્યુ નય, પણ એણે મારા પગ આંહુડાથી પલાળીને પોતાના સોટલાથી લૂછા છે.


ઈસુએ એને કીધું કે, “એક માણસ જે નાય લીધું છે, એને ખાલી એના પગ ધોવાની જરૂર છે, કેમ કે એનુ આખું દેહ સોખું છે અને ખાલી એકને મુકીને, તમે બધાય સોખા છો.”


પછી ઈ સિમોન પિતરની પાહે આવ્યો, તઈ પિતરે એને કીધું કે, “પરભુ, શું તુ મારા પગ ધોય છે?”


પિતરે ઈસુને કીધું કે, “હું તને મારા પગ ક્યારેય પણ ધોવા નય દવ!” ઈ હાંભળીને ઈસુએ એને કીધું કે, “જો હું તારા પગનો ધોવ, તો તારે મારી હારે કોય સબંધ નય રેય.”


પણ સિપાયમાંથી એકે ઈસુની કુખમા ભાલો મારયો, અને એમાંથી તરત લોહી અને પાણી નિકળ્યું.


હવે કેમ મોડું કર છો? ઉઠ, જળદીક્ષા લે, અને એનુ નામ લયને પાપોની માફી માંગી લે.”


પેલા તમારામાંથી કેટલાક એવા હતા, પણ હવે તમે પરભુ ઈસુ મસીહના નામે અને આપડા પરમેશ્વરનાં આત્માથી શુદ્ધ થયા, અને ન્યયીપણું પામ્યા છો.


જેથી ઈ એને વચન દ્વારા જળદીક્ષાથી સોખા કરીને પવિત્ર બનાવે.


અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.


પણ જો અમે ઈજ કરી જે ભલું છે જેમ કે, પરમેશ્વર પુરી રીતે ભલો છે. તો આપડે એકબીજાની હારે ભાગીદારી રાખે છે, અને એના દીકરા ઈસુનું લોહી અમને બધાય પાપોથી શુદ્ધ કરે છે.


આ ઈસુ મસીહ છે, જેને પરમેશ્વરે આ જગતમાં મોકલ્યો અને એણે પાણીથી જળદીક્ષા લીધી અને ફરીથી જઈ એનુ મરણ થયુ તો એનુ લોહી વેહેડાવ્યુ. ઈ ખાલી જળદીક્ષા લેવા હાટુ નય પણ વધસ્થંભ ઉપર એનુ લોહી વેહેડાવીને મરવા હાટુ પણ આવ્યો હતો, પવિત્ર આત્મા બતાવે છે કે, ઈસુ મસીહ પરમેશ્વર તરફથી આવ્યો, અને જે પવિત્ર આત્મા બતાવે છે ઈ હાસુ છે.


ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.


મે એને કીધુ કે, “હે સાહેબ, હું નથી જાણતો પણ તુ જાણ છો.” એણે મને કીધુ કે, “આ ધોળા લુગડા પેરેલા લોકો તેઓ છે, જેઓનું મોત દુખના મોટા વખતે થયુ હતું આ ઈ લોકો છે જેઓએ ઘેટાના બસ્સાના લોહીથી પોતાને શુદ્ધ કરી લીધા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ