જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે.
પણ તમે કેહો કે, મારા હાટુ ખાવાનું તૈયાર કર; અને જ્યાં હુધી હું ખાવા પીવાનું પુરું નો કરુ ન્યા હુધી તુ મારી સેવા કરવા હાટુ તૈયાર રે; પછી તુ હોતન ખાય લેજે.