36 સિમોન પિતરે ઈસુને પુછયું કે, “પરભુ, તું ક્યા જાય છે?” એણે જવાબ દીધો કે, “જ્યાં હું જાવ છું, ન્યા આઘડી મારી વાહે નય આવી હકે, પણ થોડાક વખત પછી મારી વાહે આવય.”
હે બાળકો, હું હજી થોડીકવાર તમારી પાહે છું, પછી તમે મને ગોતશો, અને જેવું મે યહુદી લોકોના આગેવાનોને કીધું છે, જ્યાં હું જાવ છું ન્યા તમે નય આવી હકો, એમ જ હું આઘડી તમને પણ કવ છું
તઈ એના થોડાક ચેલાઓ એકબીજાને કેવા લાગ્યા કે, “કેમ શું છે, જે ઈ આપણને કેય છે કે, થોડીકવાર પછી તમે મને નય જોવ, અને પછી થોડીક વારમાં મને જોહો? કેમ કે, હું બાપની પાહે જાવ છું?”