35 જો તમે એકબીજાની હારે પ્રેમ કરો, તો દરેક માણસ જાણી લેહે તમે મારા ચેલાઓ છો.”
કે ઈ બધાય એક થાય, હે બાપ, જેમ તુ મારામાં છે, અને હું તારામાં છું, એમ જ ઈ પણ એક થાય, જેનાથી આ જગતના લોકો વિશ્વાસ કરે કે, તે જ મને મોકલ્યો છે.
જે કોય વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી પ્રેમ રાખે છે, ઈ અજવાળામાં હાલે છે, અને ઈ હાટુ એનામા એવુ કાય પણ નથી જે કોય બીજાને પાપ કરવાનું કારણ બને.
પણ જે કોય પરમેશ્વરનાં વચનનું પાલન કરે છે, એનામા ખરેખર પરમેશ્વરનો પ્રેમ પુરો થયો છે, અને અમને એનાથી જ ખબર પડે છે કે, આપડે પરમેશ્વરમાં બનેલા રેયી છયી.
હવે હે બાય, હુ તને વિનવણી કરું છું કે, આપડે મસીહમાં એક-બીજાને પ્રેમ કરવો જોયી, આ કોય નવી આજ્ઞા નથી લખી રયો પણ આ ઈ જ આજ્ઞા છે જેને આપડે ઈ વખતથી જ જાણી છયી જઈ આપડે મસીહની પાછળ હાલવાનું સાલું કરયુ.