Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 13:31 - કોલી નવો કરાર

31 જઈ ઈ બારે વયો ગયો, તો ઈસુએ કીધું કે, “હવે માણસના દીકરાની મહિમા થય છે, અને પરમેશ્વરની મહિમા એનાથી પરગટ થય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 13:31
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ એને કીધું કે, “શિયાળયાને રેવાનું બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ મને માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.”


પણ જલદી જ મારે એક ભયાનક પીડાની જળદીક્ષા પામવી છે. અને જ્યાં હુધી આ પીડા પુરી નો થાય ન્યા હુધી હું ઘણોય મુજવણમાં રેય.


પણ જઈ ઈસુએ ઈ હાંભળ્યું તો એણે કીધું કે, “ઈ મંદવાડ મરવા હાટુ નય પણ પરમેશ્વરની મહિમા હાટુ છે જેથી પરમેશ્વરનો દીકરો મહિમા મેળવે.”


પણ આ હાંભળીને ઈસુએ ફિલિપ અને આંદ્રિયાને જવાબ દીધો કે, “ઈ વખત આવી ગયો છે કે, માણસના દીકરાની મહિમા પરગટ થાહે.


હે બાપ, તમારા નામની મહિમા થાય, તઈ સ્વર્ગમાંથી એવી વાણી હભળાણી કે, “મે એની મહિમા કરી છે, અને હજી વધારે કરય.”


અને જે કાય મારા નામથી માંગશો, ઈજ હું કરય, જેનાથી મારી દ્વારા પરમેશ્વરની મહિમા પરગટ થાય.


ઈ મારી મહિમા કરશે કેમ કે, એને મારી તરફથી જે મળેલું છે, ઈ તમને કય બતાયશે.


પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.


ઈ હાટુ ઈઝરાયલ દેશના બધાય લોકો પાકું જાણી લ્યો કે, પરમેશ્વરે ઈ ઈસુને, જેને તમે વધસ્થંભ ઉપર મારી નાખ્યો, પરભુ અને મસીહ પણ ઠેરાવ્યો.”


આપડા વડવાઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબના પરમેશ્વરે પોતાના સેવક ઈસુની મહિમા કરી, જેને તમે મારી નાખવા હાટુ પકડાવી દીધો, અને પિલાતે એને મુકી દેવાનો ફેસલો કરયો, તઈ તમે એની હામે ઈસુનો નકાર કરયો.


પણ આપડે બધાય એક આભલાની જેમ પરમેશ્વરની મહિમાને આવા મોઢાથી દેખાડો કરી છયી જેની ઉપર પડદો નથી પડયો, તો પરમેશ્વર આપણને ધીરે-ધીરે પરભુના તેજ સ્વરૂપમાં બદલી રયા છે અને ઈ પરભુ એટલે કે પવિત્ર આત્માના કામો છે.


આપડે યહુદીઓ પેલા લોકો છયી જેઓએ મસીહ ઉપર આશા રાખી, અને આપણને ઈ હાટુ ગમાડવામાં આવ્યા જેથી આપડે પરમેશ્વરને સ્તુતિ અને મહિમા કરી.


પરમેશ્વરે આવું ઈ હાટુ કરયુ જેથી આવનારા દિવસોમાં ઈ જગતના લોકોને દાખલા તરીકે દેખાડી હકે કે, એની કૃપા કેટલી મહાન છે, જે કાય એણે આપડી હાટુ કરયુ છે આપડે ઈ કૃપા દેખાડવામાં આવી છે જે મસીહ ઈસુની હારે એકતામાં જોડાયેલી છે.


જેથી હાલના વખતમાં સ્વર્ગીય જગ્યાના અધિકારીઓ અને સતા હકાવનારા મંડળી દ્વારા તેઓ પરમેશ્વરનું જ્ઞાન જાણી હકશે.


અને પરમેશ્વર બાપની મહિમા હાટુ દરેક જગ્યાએ દરેક માણસ કબુલ કરે કે, ઈસુ મસીહ પરભુ છે.


મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.


એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ