30 અને રોટલીનો કોળીયો ખાધા પછી યહુદા તરત બારે વયો ગયો, અને તઈ રાતનો વખત હતો.
જઈ હું દરોજ મંદિરમાં તમારી હારે હતો, ન્યા તમે મને પકડવાની કોશિશ હુકામ કરી નય? પણ હમણા તમારો અને અંધારાના અધિકારનો વખત છે.”
ઈસુએ જવાબ દીધો કે, “હું જેને રોટલીનું બટકું થાળીમાં બોળીને આપય, ઈજ છે.” અને એણે રોટલી બોળીને સિમોન ઈશ્કારિયોતના દીકરા યહુદાને દીધી.
તેઓ લોહી વહેવડાવવા હાટુ ઉતાવળ કરે છે.