29 યહુદાની પાહે રૂપીયાની ઠેલી રેતી હતી, ઈ હાટુ કોય હમજે કે, ઈસુ એને કય રયો છે કે, જે કાય તેવાર હાટુ જોયી છી, ઈ વેસાતું લય લે, કા તો આ કે ગરીબોને કાક દેય.
હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો.