27 અને જેવું યહુદા ઈશ્કારિયોતને રોટલીનો કોળીયો ખાધો, તરત શેતાન એનામા ઘરી એણે કાબુમાં કરયો, તઈ ઈસુએ એને કીધું કે, “જે તુ કરવણો છો, ઈ ઘાયેઘા કરય.”
પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.
તઈ ઈસુએ એને કીધુ કે, “અરે શેતાન આઘો જા કારણ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.”
ઈ તરત રાજાની પાહે અંદર આવી, અને એનાથી માંગણી કરી કે, “હું ઈચ્છું છું કે, તુ અત્યારે યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.”
પછી શેતાન યહુદાની અંદર ઘરયો, જે ઈશ્કારિયોત કેવાતો હતો, જે બાર ચેલાઓમાંથી એક હતો.
જઈ ઈસુ અને એના ચેલાઓ રાતે વાળુ કરતાં હતાં, તઈ શેતાને પેલા જ ઈસુને દગાથી પકડાવવા હાટુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોતના મનમા ઈ વિસાર નાખી દીધો હતો.
હવે ઈસુએ શું કામ કીધું ઈ ખાવા બેહેલાઓમાંથી કોય હંમજયો નય.
ઈસુએ તેઓને જવાબ દીધો કે, શું મે તમને બારેયને ગમાડયા નોતા? પણ તમારામાંનો એક શેતાનની કાબુમાં છે.
તઈ પિતરે કીધું કે, હે અનાન્યા જો શેતાને તારા મનમા પવિત્ર આત્માથી ખોટુ બોલવાનો વિસાર નાખ્યો છે અને ઈ વેસેલી જમીનના રૂપીયામાંથી થોડાક રૂપીયા તે તારી હાટુ રાખી લીધા.