26 ઈસુએ જવાબ દીધો કે, “હું જેને રોટલીનું બટકું થાળીમાં બોળીને આપય, ઈજ છે.” અને એણે રોટલી બોળીને સિમોન ઈશ્કારિયોતના દીકરા યહુદાને દીધી.
સિમોન કનાની, અને યહુદા ઈશ્કારિયોત, જેણે ઈસુને પકડાવ્યો હતો.
તઈ યહુદા ઈશ્કારિયોત જે બાર ચેલાઓમાંથી એક હતો, એણે મુખ્ય યાજકોની પાહે જયને કીધુ કે,
ઈસુએ જવાબ દીધો કે, “જેણે મારી હારે થાળીમાં હાથ નાખ્યો છે ઈ જ મને દગાથી પકડાયશે.
પણ આ માણસને જોવો! જે મને મારા વેરીઓને હાથમાં હોપશે ઈ મારી હારે હાલમાં ખાય રયો છે.
અને રોટલીનો કોળીયો ખાધા પછી યહુદા તરત બારે વયો ગયો, અને તઈ રાતનો વખત હતો.