ઈ હાટુ તેઓના પોતાના સાથીદારો કે, જેઓ બીજી હોડીમાં હતાં, તેઓને ઈશારો કરીને બોલાવ્યા; જેથી તેઓ આવીને મદદ કરે, અને તેઓએ આવીને હોડી આખી ભરી, જેથી હોડી ડૂબવા લાગી.
તઈ પિતરે તેઓને હાથથી ઈશારો કરયો કે, સૂપ રયો, અને તેઓને બતાવ્યું કે, પરભુ કેવી રીતે એને જેલખાનામાંથી કાઢી લીયાવો છે, પછી કીધું કે, “યાકુબ અને બીજા વિશ્વાસી લોકોને મારી વિષે કય દેજો.” તઈ પોતે ન્યાંથી નીકળીને બીજી જગ્યા ઉપર વયો ગયો.