એક દિવસ ઈ ગરીબ લાજરસ મરી ગયો, અને સ્વર્ગદુત એને ઈબ્રાહિમની હારે રેવા હાટુ લય ગયા, અને એક દિવસે ઈ રૂપીયાવાળો માણસ પણ મરી ગયો, અને એને ડાટી દેવામાં આવ્યો.
જેથી સિમોન પિતર અને જેની ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો ઈ બીજા ચેલાની પાહે ધોડીને ગય અને તેઓને કીધું કે, “તેઓએ પરભુને કબરમાંથી લય લીધા છે અને તેઓએ એને ક્યા મુક્યા છે એની અમને ખબર નથી.”
પિતરે પાછુ વળીને ઈ ચેલાને વાહે આવતો જોયો, જેની ઉપર ઈસુ વધારે પ્રેમ રાખતો હતો, અને જે ખાતી વખતે ઈસુની પાહે બેઠો હતો એણે પુછયું કે, “પરભુ, તને પકડાવવા વાળો કોણ છે?”
ઈ હાટુ ઈ ચેલાને ઈસુ જેને વધારે પ્રેમ કરતો હતો, ઈ પિતરે કીધું કે, “આ તો પરભુ છે.” સિમોન પિતરે આ હાંભળ્યું કે, તેઓ પરભુ છે, ઈ ઘાયેઘા લુગડા પેરીને અને એને જાળ નાખવાનો વખત નીકળતો જાતો હતો, અને ઈસુને મળવા હાટુ ઉતાવળમાં દરિયામાં કુદકો મરયો.