Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 13:18 - કોલી નવો કરાર

18 હું તમારા બધાયના વિષે નથી કેતો, હું જાણું છું કે, કોને-કોને ગમાડીયા છે, પણ એવુ ઈ હાટુ થાય છે કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય કે, જેણે મારી હારે ખાવાનું ખાધું, એણેજ મને દગાથી પકડાવો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 13:18
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

માણસના દુશ્મનો તો એના પોતાના ઘરના જ લોકો હશે.


જઈ તેઓ ખાતા હતા તઈ ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, તમારામાંનો એક મને વેરીઓના હાથમાં દગાથી પકડાયશે.”


ઈસુએ જવાબ દીધો કે, “જેણે મારી હારે થાળીમાં હાથ નાખ્યો છે ઈ જ મને દગાથી પકડાયશે.


જઈ હાંજ પડી તઈ ઈસુ એના બાર ચેલાઓની હારે ઈ ઘરમાં આવ્યો.


અને જઈ તેઓ બેહીને ખાતા હતાં, તો ઈસુએ કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, તમારામાંનો એક, જે મારી હારે ખાય છે, મને પકડવા હાટુ મારા વેરીની મદદ કરે.”


એણે તેઓને કીધુ કે, “ઈ બાર ચેલાઓમાંથી એક માણસ છે, જે પોતાની રોટલીનું બટકું મારી હારે ઈ થાળીમાં બોળી રયો છે.


પણ આ માણસને જોવો! જે મને મારા વેરીઓને હાથમાં હોપશે ઈ મારી હારે હાલમાં ખાય રયો છે.


જઈ ઈસુ કય રયો, તઈ એના મનમા નિહાકો નાખીને તેઓએ ઈ સાક્ષી આપી કે, “હું તમને હાસે હાસુ કવ છું, તમારામાંનો એક મને દગાથી પકડાયશે”


ચેલાઓ શંકા કરીને, એકબીજાને જોવા લાગ્યા કે, ઈ કોના વિષે કેય છે.


ઈસુએ જવાબ દીધો કે, “હું જેને રોટલીનું બટકું થાળીમાં બોળીને આપય, ઈજ છે.” અને એણે રોટલી બોળીને સિમોન ઈશ્કારિયોતના દીકરા યહુદાને દીધી.


તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.


જો તમે જગતના લોકોની જેમ રયો છો તો આ જગતના લોકો પોતાના હમજી પ્રેમ કરશે, પણ ઈ કારણે કે, તુ આ જગતનો માણસ નથી, પણ મે તને જગતના લોકોમાંથી ગમાડી લીધો છે, ઈ હાટુ જગતના લોકો તારાથી નફરત કરે છે.


અને આ ઈ હાટુ થયુ કે જે એના નિયમમાં લખેલુ છે, ઈ વચન પુરું થાય કે, તેઓએ કોય કારણ વગર નકાર કરયો.


જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય.


આ ઈ હાટુ થયુ કે, ઈસુનું ઈ વચન પુરું થય જાય જેના દ્વારા એણે સંકેત કરયો હતો કે, ઈ કેવા પરકારના મોતે મરશે.


ઈ હાટુ સિપાયોએ એકબીજાને કીધું કે, “આપડે એને નો ફાડીયે, પણ એની હાટુ સિઠ્ઠી નાખી આ કોને મળે.” આ ઈ હાટુ થયુ કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય, “તેઓએ મારા લુગડાને એક બીજાએ ભાગ પાડી લીધા અને ઝભ્ભા હાટુ સિઠ્ઠી નાખી.”


આ વાતો ઈ હાટુ થય કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરુ થાય, “એનુ એક પણ હાડકુ નય ભાગવામાં આવે.”


ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”


ઈસુએ તેઓને જવાબ દીધો કે, શું મે તમને બારેયને ગમાડયા નોતા? પણ તમારામાંનો એક શેતાનની કાબુમાં છે.


“મારા ભાઈઓ, પવિત્ર આત્માએ ઘણાય વખત પેલા રાજા દાઉદ દ્વારા યહુદાની વિષે આગમવાણી કરી કે, જેમ કે ઈ ઈસુને પકડાવનારા લોકોની આગેવાની કરનારો બની જાહે. ઈ જરૂરી હતું કે, યહુદા વિષે શાસ્ત્રમા લખેલુ હતું ઈ પુરું થાય.”


પણ ઈસુને પરમેશ્વર દ્વારા સ્વર્ગમા બોલાવ્યા પેલા, એણે પવિત્ર આત્માની મદદથી ગમાડેલા ચેલાઓ જેને એણે ગમાડયા હતાં આજ્ઞા દયને પરમેશ્વર દ્વારા સ્વર્ગમા ઉપર ઉપાડવામાં આવ્યો.


કેમ કે, અમે પોતાને નય, પણ ઈસુ મસીહને પરભુ તરીકે પરગટ કરી છયી, અમે તો ઈસુ મસીહ હાટુ તમારા ચાકરો જ છયી.


પરમેશ્વર દરેક લોકોના વિષે જાણે છે, અને જે કાય પણ આપડે આપડા જીવનભર કરયુ છે, ઈ દરેક કામનો હિસાબ આપવો પડશે, જેની હામે બધીય વસ્તુઓ ખુલી અને પરગટ છે.


હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ