Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 13:14 - કોલી નવો કરાર

14 જો મે ગુરુ અને પરભુ થયને, તમારા પગ ધોયા છે, તો તમારે મારી જેમ એકબીજાના પગને ધોવા જોયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 13:14
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ ઈ જ મરિયમ છે, જેણે પેલા પરભુની ઉપર પ્રેમ અને માન દેખાડવા હાટુ મોઘું અત્તર પગ ઉપર રેડયું હતુ અને એના પગ પોતાના વાળથી લુસા હતાં, આ એનો ભાઈ લાજરસ હતો, જે માંદો હતો.


મે તમને બધુય કરીને તમને બતાવ્યું કે, આપડે કેવી રીતે મેનત કરતાં નબળાઓને મદદ કરવી જોયી, અને પરભુ ઈસુના વચનો નો સ્મરણ રાખવો જોયી, જે એણે પોતે કીધું છે કે, “લેવાથી દેવું ધન્ય છે.”


ભાઈઓની પ્રત્યે જેવો ગાઢ પ્રેમ એક-બીજાની ઉપર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને વધારે ગણો.


અંદરો-અંદર એક મનના થાવ; અભિમાન નો કરો, પણ સામાન્ય લોકો હારે સંગત રાખો. તમે જ બુદ્ધિમાન સો એવુ નો હંમજો.


ઈ હાટુ હું તમને જણાવું છું કે, પરમેશ્વરનાં આત્માથી બોલનારો કોય પણ માણસ ઈસુને હરાપિત કેતો નથી, અને કોય પણ માણસ, પવિત્ર આત્મા વગર “ઈસુ જ પરભુ છે” એવું કય હકતો નથી.


આથી જો મારા નીવેદ ખાવાની બાબત મારા ભાઈની પાહે પાપ કરાવે, તો મારા ભાઈનો નાશ થાય ઈ હાટુ હું કોયદી નીવેદ ખાય નય.


હું પાઉલ તમને મસીહની નમ્રતા અને ભલાઈથી વિનવણી કરું છું, જે લોકો મારી વિષે એવું કેય છે કે, જઈ હું તમારી હારે હોવ છું, નમ્ર છું, પણ જઈ તમારીથી દુર થાવ છું, તઈ તમારી હાટુ હિમંતવાન છું


તમે આપડા પરભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ તો રૂપીયાવાળા હોવા છતાં તમારી હાટુ ગરીબ બન્યા કે, જેથી તમે એની ગરીબીના કારણે રૂપીયાવાળા બનો.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.


અને પરમેશ્વર બાપની મહિમા હાટુ દરેક જગ્યાએ દરેક માણસ કબુલ કરે કે, ઈસુ મસીહ પરભુ છે.


અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે.


હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ