હું તમારા બધાયના વિષે નથી કેતો, હું જાણું છું કે, કોને-કોને ગમાડીયા છે, પણ એવુ ઈ હાટુ થાય છે કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય કે, જેણે મારી હારે ખાવાનું ખાધું, એણેજ મને દગાથી પકડાવો છે.
જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય.