9 જઈ યહુદી લોકોને ખબર પડી કે, ઈસુ ન્યા છે, તઈ લોકોનું મોટુ ટોળુ ભેગુ થય ગયું, ઈ ખાલી ઈસુને જ નય, પણ ઈ લાજરસને પણ જોવા હાટુ આવ્યા હતાં, જેણે એને મરણમાંથી જીવતો કરયો હતો.
કેમ કે, ન્યા હુધી કે, ઈ ભાગમાં હોતન દાઉદ રાજા પોતે એને પરભુ કેય છે, તો ઈ એનો દીકરો કેવી રીતે કેવાય? અને ટોળાના લોકો એને ખુશીથી હાંભળે છે.
પાસ્ખા તેવારના છ દિવસ અગાવ, ઈસુ બેથાનિયા પુગ્યો, લાજરસ જ્યાં રેતો હતો ઈ ગામ બેથાનિયા હતું. ઈ માણસ જેને ઈસુએ મોતમાંથી પાછો જીવતો કરયો હતો.
તઈ મુખ્ય યાજકોએ વિસારુ કે, લાજરસને પણ આવી રીતે મારી નાખવો જરૂરી હતું.
બીજા દિવસે તેવારમાં આવેલા ઘણાય લોકોએ એવુ હાંભળ્યુ કે, ઈસુ યરુશાલેમ આવે છે.
જે લોકો ઈસુની હારે હતાં, ઈ બીજા લોકોને કેવા લાગ્યા કે, એને લાજરસને કબરમાંથી બારે બોલાવ્યો, અને મરણમાંથી જીવતો કરયો.
પણ ઈ માણસ જે હાજો થયો હતો, પિતર અને યોહાનને પાહે જોયને, સભામાં આવેલા માણસો એના વિરોધમા કાય નો કય હક્યાં.