ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.
હે બાળકો, હું હજી થોડીકવાર તમારી પાહે છું, પછી તમે મને ગોતશો, અને જેવું મે યહુદી લોકોના આગેવાનોને કીધું છે, જ્યાં હું જાવ છું ન્યા તમે નય આવી હકો, એમ જ હું આઘડી તમને પણ કવ છું
ઈસુએ પાછુ લોકોને કીધું કે, “હું જાવાનો છું અને તમે મને ગોતશો, પણ તમે પોતાના પાપો માફ થયા વગર મરી જાહો. કેમ કે, જ્યાં હું જાવ છું, ન્યા તમે નય આવી હકો.”