6 એણે આ વાત ઈ હાટુ નોતી કીધી કે, એને ગરીબોની સીંતા હતી, પણ ઈ હાટુ કીધી કે, ઈ સોર હતો અને એની પાહે એના ખરસ હાટુ રૂપીયાની એક થેલી હતી અને એમાંથી રૂપીયા સોરી લેતો હતો.
એણે તેઓને કીધુ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કેવાય છે, જ્યાં બધીય જાતિના લોકો પ્રાર્થના કરવા હાટુ આવે છે, પણ તમે એને લુંટારાઓની જગ્યા બનાવી દીધી છે.”
અને રાજા હેરોદના ખોઝા કારભારીની બાયડી યોહાન્ના અને સુસાન્ના અને બીજી ઘણીય બધીય બાયુ જે પોતાની પુંજી વાપરીને ઈસુ અને એના ચેલાઓની સેવામા મદદ કરતી હતી ઈ હોતન તેઓની હારે હતી.
પણ તમે ગરીબોનુ અપમાન કરયુ, અને તમે જાણો છો કે, રૂપીયાવાળા લોકો જ છે જે તમારી ઉપર દાવો કરે છે અને તેઓ ઈજ છે જેઓ તમને પરાણે ન્યાય હાટુ કોરાટમા લય જાય છે.