ઈ વાત ઉપર ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું, દીકરો પોતે કાય કરી હકતો નથી, ખાલી ઈ જે બાપને કરતો જોય છે, કેટલા જે જે કામોને ઈ કરે છે, એને દીકરો પણ ઈ જ રીતે કરે છે.
આત્મા જ જીવન આપે છે જે કોયને સદાય હાટુ જીવાડી હકે છે, માણસનો સ્વભાવ આ વાતમાં મદદ નથી કરતો. મે જે તારી પાહેથી શીખ્યું છે ઈ આત્માની વિષે, અને તેઓએ તને અનંતકાળ હાટુ બતાવ્યો.
તઈ ઈસુએ તેઓને કીધું કે, “જઈ તમે મને માણસના દીકરાને વધસ્થંભ ઉપર જડાવશો, તઈ તમે મને જાણશો કે, હું ઈજ છું, અને હું પોતે કાય નથી કરતો, પણ હું ઈજ કરું છું જે મારા બાપે મને શિખવાડયું છે, અને હું ઈ વાતો બોલું છું
પણ પરમેશ્વરે મારી ઉપર પોતાની દયા દેખાડી. તેઓએ એવુ આ કારણથી કરયુ જેથી મારી દ્વારા, એક એવો માણસ જેણે કોય બીજા કરતા વધારે ખોટા કામો કરયા છે, મસીહ ઈસુ આ દેખાડી હકે કે, ઈ મારી હાટુ ધીરજ રાખે છે, જો હું ગમે ઈ કરૂ. એણે એવુ ઈ હાટુ કરયુ કે, પછી બીજા લોકો એની ઉપર વિશ્વાસ કરે, અને અનંતકાળનું જીવન મેળવી હકે.
અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.