જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”
આપડા પરભુની ધીરજને એક તકની જેમ જોવો, જે ઈ તમને આવનાર ન્યાયથી બસાવવા હાટુ આપી રયો છે. આ પાઉલે પણ જે આપડો વાલો સાથી વિશ્વાસુ છે. તમને એક પત્રમાં ઈ જ્ઞાનનો ઉપયોગ કરીને લખ્યું હતું જે પરમેશ્વર એને દેય છે.