46 હું જગતમાં અજવાળાની જેમ આવ્યો છું, જેથી જે કોય મારી ઉપર વિશ્વાસ કરે ઈ અંધારામાં નય રેય.
જે લોકો અંધકારમાં જીવતા હતાં, તેઓએ મોટુ અંજવાળું જોયું અને ઈ વિસ્તારમાં અને મોતની છાયામાં જેઓ બેઠેલા હતાં એની ઉપર અંજવાળું પરકાશું.
ઈ એક અંજવાળાની જેમ હશે જે બિનયહુદીઓ આગળ તારું હાસ પરગટ કરશે, અને ઈ ઈઝરાયલ દેશના લોકોની હાટુ મહિમા વધારશે.
આ એક હાસુ અંજવાળું હતું જે બધાયની ઉપર અંજવાળું કરે, અને ઈ અંજવાળું જગતમાં આવ્યું.
અને સજાની આજ્ઞાનું કારણ આ છે કે, અંજવાળું જગતમાં આવ્યું છે, પણ લોકોએ અંજવાળા કરતાં અધારાને વધારે ગમાડયુ કેમ કે, તેઓનું કામ ખરાબ હતું.
તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.”
તઈ ઈસુએ કીધું કે, “હું આ જગતનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળા લોકો જોય હકે, અને જે જોય છે, ઈ આંધળા થય જાહે.”
જ્યાં લગી હું જગતમાં છું, ન્યા લગી હું જગતનું અંજવાળું છું”
કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.
ઈ કારણે એવી એક કેવત છે, હે હુતેલાઓ ઉઠી જાવ અને મરણમાંથી જીવી ઉઠો, તો મસીહ પોતાનું અજવાળુ તમારી ઉપર સમકાયશે.