ઈ હાટુ જઈ તમે દાન કરો, તઈ જેમ ઢોંગીઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં અને મારગમાં માણસોથી વખાણ મેળવવા હાટુ કરે છે, એમ પોતાની આગળ રણશિંગડું નો વગાડો. હું તમને પાકું કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.
ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.”
ઈસુએ જવાબ દીધો કે, “જો હું પોતે મારા વખાણ કરું, તો મારા વખાણનો કોય મતલબ નથી, પણ જે મારા વખાણ કરે છે, ઈ મારો બાપ છે, અને તમે એને કયો છો કે, ઈ આપડો પરમેશ્વર છે.”
એક હાસો યહુદી ઈ છે જેનુ હૃદય પરમેશ્વરની હારે હાસુ છે. અને હાસી સુન્નત ખાલી શાસ્ત્રનું પાલન કરવુ ઈ નથી પણ ઈ હૃદયનું બદલાણ છે જે પરમેશ્વરની આત્મા દ્વારા ઉત્પન થાય છે. આવો માણસ લોકોથી નય, પણ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે.
ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.