42 તો પણ યહુદી લોકોના આગેવાનોમાંથી બોવ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, પણ ફરોશી ટોળાના લોકોના કારણે જાહેરમાં નોતા માનતા, આ બીકથી કે ક્યાક ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી નો નાખે.
તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.
તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું
ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.”
એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.
તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.